ભાષા મંડળ
વિદ્યાર્થીઓ ભાષાનું સમૃદ્ધ જ્ઞાન મેળવે ,ભાષાની પાયાની બાબતો ની જાણકારી મેળવે તેમજ તેમનામાં ભાષા વિકાસ થાય તે હેતુ થી ભાષા મંડળ ની રચના કરાવી આવશ્યક છે .ભાષા મંડળ એ એક એવું મંડળ છે જ્યાં ભાષા શિક્ષણ સંબંધી અધ્યયન સામગ્રી એકત્રિત કરવામાં આવે છે ,પ્રદર્શિત કરવામાં આવે છે અને જાળવવામાં આવે છે .તેની વર્ગીકૃત યાદી તૈયાર કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તેનો લાભ લેવાની અનુકુળતા કરી આપવામાં આવે છે .
> ભાષા મંડળમાં શું રાખી શકાય ?
- ભાષા ને લગતા પુસ્તકો : શબ્દકોશ ,સાહિત્ય ,ટૂંકી વાર્તાઓ ,વ્યાકરણ ,જોડણીના નિયમો ને લગતા પુસ્તકો .
- સર્જકોના ચિત્રો : શક્ય હોય તો ચિત્રો અને તેમના વિષયક જરૂરી માહિતી /ટૂંક માં પરિચય ,ભાષાની ઉત્પતિ અને વિકાસ ,સાહિત્યિક સ્વરૂપો,લેખક /કવિઓના ઉપનામો ,પુરસ્કૃત પુસ્તકો ,અનેકાર્થી શબ્દો ,રૂઢીપ્રયોગો ,વિરોધી શબ્દો ,અઘરા શબ્દોની જોડણી વગેરેને લગતી માહિતી ચાર્ટસ સ્વરૂપે મૂકી શકાય .
- હસ્તલિખિત અંકો : ભાષા સાહિત્યને લગતી સહઅભ્યાસ પ્રવૃત્તિ તરીકે હસ્તલિખિત અંક તૈયાર કરી શકાય .જે વિદ્યાર્થીઓ સ્વ હસ્તાક્ષરમાં લખે .તે માટે વિષયવસ્તુ શિક્ષકે નક્કી કરવું .કે જે ભાષાને લગતું હોય .
- વિવિધ સ્પર્ધાઓ : જેમ કે જોડણી ટેસ્ટ ,સમાનર્થી શબ્દ ટેસ્ટ , રૂઢીપ્રયોગ ટેસ્ટ ,વિરોધી શબ્દ ટેસ્ટ વગેરે તેમજ સ્પર્ધાનું પરિણામ ને રેકોર્ડ તરીકે રાખી શકાય .
- મુલાકાતપોથી : શાળામાં પધારેલ કોઈ મહેમાન કે અધિકારીના સંદેશને તેમના જ હસ્તાક્ષરો માં સમાવતી આ મુલાકાતપોથી સમયાંતરે ખુબજ મહત્વની સિદ્ધ થઇ શકે .
> ભાષા શિક્ષણ અંતર્ગત સર્જનાત્મક પ્રવૃતિઓ
ચિત્ર સ્પર્ધા ,રેત ચિત્ર ,નૃત્ય ,સૂર્ય નમસ્કાર ,કારટુન ચિત્ર ,રંગોળી સ્પર્ધા ,ભરતગૂંથણ વગેરે ........
વિપુલ .આર .ચૌધરી
બી .આ ર .પી . સામાજિક વિજ્ઞાન
No comments:
Post a Comment